પૃથ્વી પર જીવતો દરેક સજીવ ખોરાક, ઊંઘ અને પ્રજનન તેમજ સ્વ-જાળવણી વિશે વિચારે છે. આ સ્વયંસ્ફૂરણાઓથી ઉપર વિચારવાની મનોશક્તિ માત્ર મનુષ્ય પાસે રહેલી છે. માનવો કરતાં હાથીનું મગજ મોટું હોય છે પરંતુ તેનું મગજ એક હદ સુધી વિચારી શકે છે. પરંતુ એવું કહેવાય છે કે માનવીય મગજે લગભગ ૭૦,૦૦૦ વર્ષો પહેલાં વિકાસવાદને પગલે એની હદ વટાવી દીધી. એને લોકો ‘જ્ઞાનાત્મક ક્રાંતિ’ તરીક ગણે છે. જાણે નવા મગજ સાથે, મનુષ્યો એક જગ્યાએ વસવાટ કરવા લાગ્યા અને પોતાની આસપાસના વાતાવરણ વિશે શીખવા લાગ્યા. આમ, એવું મનાય છે કે મનુષ્યો જ્ઞાન મેળવવા લાગ્યા અને સાથી મનુષ્યો સાથે એની આપલે કરવા લાગ્યા. આ જ્ઞાનની આપલે શરૂઆતમાં ‘સંકેતો’ દ્વારા થવા લાગી અને તેથી ‘ઇશારાની ભષા’ જન્મી. પછીથી, એણે શબ્દોનું રૂપ લેવા માંડ્યું અને ભાષા તરીકે ઓળખ પામી. પ્રથમ તો એમાં કોઈ પણ પ્રકારની લેખનપદ્ધતિ કે લિપિ નહોતી, પણ એના વિકાસના થોડા અરસા બાદ ભાષાવિદોએ એના માટે લિપિનું સર્જન કરવા માંડ્યું. લોકોના મત પ્રમાણે એ નક્કી નથી કે કઈ ભાષા પ્રથમ ભાષા હતી. એની પાછળનું કારણ મનુષ્યો ‘જ્ઞાનાત્મક ક્રાંતિ’નો ભાગ મનાય છે અને તેઓ વધુ લાંબો સમય ટકી શક્યા ન હોવાથી એવી અટકળો પ્રચલિત થવા માંડી. તેથી, કઈ ભાષા પ્રથમ ભાષા હશે એ કહેવું અશક્ય લાગે છે. પરંતુ, સજીવો મધ્યે કઈ ભાષાનો સૌથી લાંબો ઇતિહાસ છે એ વિશે અંદાજો લગાવી શકાય એમ છે.
ભારતીય ભાષાઓ
દુનિયાની હાલની વસતિ અંદાજે ૭૭૦ કરોડની છે અને ૫,૦૦૦ કરતાં વધુ ભાષાઓ બોલાય છે. આપણા દેશની વસતિની વાત કરીએ તો લગભગ ૧૩૦ કરોડની આસપાસ છે અને ભાષાઓનો આંકડો ૭૮૦ જેટલો છે. આ આંકડો ભારતીય લોકોની ભાષા (પીપલ્સ લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા) દ્વારા બહાર પાડવામાં આવ્યા છે, જે ૨૦૧૦ અને ૨૦૧૩ની વચ્ચે લેવામાં આવ્યા હતા. ૧૯૬૧માં ભાષાનો આંકડો ૧૬૫૦ જેટલો હતો, જેમાં દર વર્ષે ઘટાડો થઈને ઘણી માત્રામાં ભાષાઓ લુપ્ત થવા માંડી છે. જો આ રીતે ચાલ્યા કરશે, તો ૧૦૦ વર્ષ પછી ભાષાઓની સંખ્યાનો આંકડો ૫૦૦ કરતાં નીચે જાય તો નવાઈ નહિ. ભારતના બંધારણમાં તેના ૮મા પરિશિષ્ટમાં, ૨૨ ‘સત્તાવાર ભાષાઓ’ને સ્થાન આપવામાં આવ્યું છે. એમાં ૧) આસામી ૨) બંગાળી ૩) બોડો ૪) ડોગરી ૫) ગુજરાતી ૬) હિંદી ૭) કન્નડા ૮) કાશ્મીરી ૯) કોંકણી ૧૦) મૈથિલી ૧૧) મલયાલમ ૧૨) મણિપૂરી ૧૩) મરાઠી ૧૪) નેપાળી ૧૫) ઉડિયા ૧૬) પંજાબી ૧૭) સંસ્કૃત ૧૮) સેંથલી ૧૯) સિંધી ૨૦) તામિળ ૨૧) તેલુગુ અને ૨૨) ઉર્દૂ.
ભારતીય ભાષાઓ તેઓના મૂળ પ્રમાણે ૪ ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે: ૧. ઇન્ડો-આર્યન ભાષાનું જૂથ ૨. દ્રવિડિયન ભાષાનું જૂથ ૩. એસ્ટ્રો-એશિયાટિક ભાષાનું જૂથ ૪. તિબેટો-બર્મન ભાષાનું જૂથ. આ ૪ જૂથને સમજવાથી મોટા ભાગની ભારતીય ભાષાઓ શીખી શકાય છે.
ઇન્ડો-આર્યન ભાષાનું જૂથ
પ્રથમ તો, ચાલો ઇન્ડો-આર્યન ભાષાના જૂથ વિશે જોઈએ. આ જૂથ ઇન્ડો-યુરોપિયન ભાષાના જૂથનો ભાગ છે, જે દુનિયાનું સૌથી મોટું જૂથ છે. ઇન્ડો-આર્યન જૂથમાં, પ્રથમ ભાષા સંસ્કૃત છે. આ ભાષામાં પ્રથમ લખાણ એ ઋગ્વેદ છે. અમુક લોકોનું માનવું છે કે એ દુનિયાનું પ્રથમ લખાણ છે, પરંતુ બીજા ઘણા નિષ્ણાતોની એમાં હરિફાઈ લાગી છે. સંસ્કૃત ભાષા વૈદિક યુગમાં મુખ્ય રીતે રીતિ-રિવાજો અને એની લગતા પૂજા-પાઠમાં વપરાતી. એની સાથે જોડાયેલો સમયગાળો ઇ.સ પૂર્વે ૧૫૦૦ અને ૧૦૦૦નો આંકવામાં આવે છે. પછીથી, વૈદિક સંસ્કૃત વિકાસ પામીને ધર્મથી વિખૂટી પડીને પોતાનું આગવું સંસ્કરણ બન્યું, જે શાસ્ત્રીય સંસ્કૃત તરીકે ઓળખાય છે અને પદ્યની ભાષા બની ગઈ. એ ઈ.સ.પૂર્વે ૧૦૦૦થી ૬૦૦ સુધી જળવાઈ રહી. સંસ્કૃતના આ સંસ્કરણથી પાલી, પ્રાકૃત અને સંસ્કૃતમાંથી અપભ્રષ્ટ થયેલી એક ભાષા અપભ્રંશ, ઈસવીસન પૂર્વે ૬૦૦થી ૧૦૦૦ દરમિયાન વિકાસ પામી.
પાલી : ઈ.સ. પૂર્વે ૫૬૩થી ૪૮૩ની વચ્ચે. ગૌતમ બુદ્ધ દ્વારા આ જ ભાષામાં પોતાના અનુયાયીઓને શીખવવામાં આવ્યું હતું.
પ્રાકૃત : ઈ.સ. પૂર્વે ૬૦૦થી ૧૦૦૦ની વચ્ચે. એ શાસ્ત્રીય સંસ્કૃતમાંથી કેટલાક અક્ષરો ગુમાવીને કે બદલાઈને રચાઈ હતી. એ ભાષા ઘણા બુદ્ધ અને જૈન સ્થાપત્યો અને લખાણો તેમજ નાટકોમાં જોવા મળે છે.
અપભ્રંશ : આ ભાષાનો જન્મ પ્રાકૃતમાંથી થયો હતો. એ સાહિત્યમાં વપરાતી પ્રાકૃત ભાષાથી અલગ હોઈ, તેનું નામ અપભ્રંશ તરીકે પડી ગયું.
આધુનિક ભાષાઓ : આ ભાષાઓ અપભ્રંશ ભાષાઓમાંથી જન્મી છે. એમાંની મુખ્ય ભાષાઓ ૧. હિંદી ૨. ઉર્દૂ ૩. બંગાળી ૪. પંજાબી ૫. આસામી ૬. ગુજરાતી ૭. ઉડિયા ૮. મરાઠી ૯. કાશ્મીરી ૧૦. કોંકણી ૧૧. નેપાળી ૧૨. સિંધી અને બીજી ભાષાઓ.
૧. હિંદી: લગભગ ઈ.સ. ૧૦૦૦ પૂર્વે હિંદી લગભગ ૬૫ કરોડ લોકો દ્વારા બોલતી હતી, જેમાંના મોટા ભાગના લોકોને ઉત્તરાખંડ, હરિયાણઆ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢમાં વસે છે. હિંદીના બોલીઓ મુખ્ય રીતે બે વર્ગમાં વહેંચવામાં આવે છે. પશ્ચિમ ભારતીય બોલીઓમાં રાજસ્થાની, બજ્ર, બંડેરી, માલાવી, ભોજપૂરી અને મારવાડીનો સમાવેશ થાય છે. કેમ કે આ મોટા ભાગની વસતિ દ્વારા બોલાતી બોલીઓ હોવાથી લોકો મધ્યે ગેરમાન્યતા ફેલાયેલી છે કે માત્ર હિંદી ભારતની રાષ્ટ્રીય ભાષા છે. પરંતુ હકીકતમાં બાવીસે બાવીસ ભાષાઓ ભારતના બંધારણમાં રાષ્ટ્રીય ભાષા તરીકે સ્થાન પામેલી છે. આમ, બીજી ભાષાઓ ઓછા પ્રમાણમાં લોકો દ્વારા બોલાતી હોવાથી, બીજી ભાષાઓને ગૌણ ગણવાની સંકૃચિત મનોવૃત્તિ અમુક લોકોમાં જોવા મળે છે.
૨. ઉર્દૂ : અલાઉદ્દીન ખીલજીએ દક્ષિણ ભારત પર કરેલી ચઢાઈને પગલે લગભગ ૧૧ કરોડ લોકો દેશ ફરતે ફેલાયેલા છે જેઓ ઉર્દૂ ભાષાનો ઉપયોગ કરે છે, જે સૈનિક છાવણી, દુકાનો અને બજારોમાં બોલાય છે.
૩. બંગાળી: પશ્ચિમ બંગાળમાં લગભગ ૩૦ કરોડ લોકો આ ભાષા બોલે છે. એના પ્રથમ ઉપયોગની તારીખ લગભગ ઈ.સ. પૂર્વે ૧૦૦૦ની આસપાસ જાય છે.
૪. પંજાબી: અંદાજે ૧૦ કરોડ લોકો આ ભાષા બોલે છે. એના પ્રથમ ઉપયોગની તારીખ લગભગ ઈ.સ. પૂર્વે ૧૦૦૦ની આસપાસ જાય છે.
૫. ગુજરાતી: આશરે ૬.૫ કરોડ લોકો આ ભાષા બોલે છે. એના પ્રથમ ઉપયોગની તારીખ લગભગ ઈ.સ. પૂર્વે ૧૦૦૦ની આસપાસ જાય છે.
૬. આસામી: અંદાજે ૨.૫ કરોડ લોકો આ ભાષા બોલે છે. એના પ્રથમ ઉપયોગની તારીખ લગભગ ઈ.સ. પૂર્વે ૧૨૦૦ની આસપાસ જાય છે.
૭. ઉડિયા: લગભગ ૪ કરોડ લોકો આ ભાષા બોલે છે. એના પ્રથમ ઉપયોગની તારીખ લગભગ ઈ.સ. પૂર્વે ૧૨૦૦ની આસપાસ જાય છે.
૮. મરાઠી: લગભગ ૮ કરોડ લોકો આ ભાષા બોલે છે. એના પ્રથમ ઉપયોગની તારીખ લગભગ ઈ.સ. પૂર્વે ૧૧૦૦ની આસપાસ જાય છે.
૯. કાશ્મીરી: લગભગ ૦.૫ કરોડ લોકો આ ભાષા બોલે છે. એના પ્રથમ ઉપયોગની તારીખ લગભગ ઈ.સ. પૂર્વે ૯૦૦ની આસપાસ જાય છે.
૧૦. કોંકણી: લગભગ ૦.૫ કરોડ લોકો આ ભાષા બોલે છે, જેઓ મોટા ભાગે ગોવા અને જૂજ વસતિ મેંગ્લોર, મુંબઈ અને કેરળ જે આ ભાષા બોલે છે.
૧૧. નેપાળી: લગભગ ૧.૭ કરોડ લોકો આ ભાષા બોલે છે.
૧૨. સિંધી: દેશમાં લગભગ ૨ કરોડ લોકો આ ભાષા બોલે છે.
દ્રવિડિયન ભાષાનું જૂથ
ઇન્ડો-આર્યન જૂથ પછી, કદના પ્રમાણમાં દ્રવિડિયન ભાષાનું જૂથ બીજા ક્રમે આવે છે. આ જૂથમાં ૨૩ ભાષાઓનો સમાવેશ થાય છે. એમાંની મુખ્ય ૧. તામિળ ૨. તેલુગુ ૩. કન્નડા ૪. મલયાલમ છે.
૧. તામિળ: તામિળ એ દુનિયાની સૌથી જૂની ભાષાઓમાંની એક છે. લગભગ ૮ કરોડ લોકો, જેમાં ભારત, શ્રી લંકા, સિંગાપોર અને મલેશિયાના લોકો આ ભાષા બોલે છે. એના અમુક સાહિત્ય છે જેની તારીખ ઈ.સ. પૂર્વે સુધી પહોંચે છે.
૨. તેલુગુ: લગભગ ૮.૫ કરોડ લોકો જેઓ આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં વસે છે, તેઓ દ્વારા આ ભાષા બોલાય છે. એની તારીખ લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાંની જાય છે.
૩. કોંકણી: લગભગ ૪.૫ કરોડ લોકો આ ભાષા બોલે છે. એનો ઇતિહાસ તેલુગુ ભાષાના જેવો જ છે.
૪. મલયાલમ: લગભગ ૪ કરોડ લોકો જેઓ કેરળમાં વસે છે તેઓ દ્વારા આ ભાષા બોલાય છે. લગભગ ૧૦૦૦ વર્ષ પહેલાં એ તમિળ ભાષામાંથી જન્મ પામી છે.
તમિળ અને મલયાલમની લિપિમાં સામ્યતા જોવા મળે છે, તેમ જ તેલુગુ અને કન્નડાની લિપિમાં પણ એવું જ છે.
એસ્ટ્રો-એશિયાટિક ભાષાનું જૂથ
એસ્ટ્રો-એશિયાટિક ભાષા જૂથમાં સેંથલી, મંદારી, હુ, સાવરા, કોર્ક, જ્વાંગ, ખાસી, નિકોબારીનો સમાવેશ થાય છે.
તિબેટો-બર્મન ભાષાનું જૂથ
તિબેટો-બર્મન ભાષા જૂથમાંથી બોડો, મણિપૂરી, લુશ્તા, ગારો, ભૂતિમા, નેવારી, લેપ્ચા, અશ્માકા અને મિકિર મુખ્ય ભાષાઓ છે.
સાર: ઇન્ડો-આર્યન ભાષા જૂથમાંની સૌથી બહોળા વપરાશની ભાષાઓમાં, મોટા ભાગની ભાષાના મૂળ સંસ્કૃતમાં ફેલાયેલા છે. સંસ્કૃત ભાષાએ ધીરે ધીરે સમાજમાં એનું પ્રચલિતપણું ગુમાવી દીધું હોવાથી, એ ભાષાના બોલનારા લોકોની સંખ્યા માત્ર ૧૫,૦૦૦ની આંકવામાં આવે છે અને આમ આજે એ લુપ્ત થવાને આરે છે, જે મોટા ભાગે ધાર્મિક સંદર્ભોમાં વપરાય છે.
November 29, 2018 — magnon